ગિરનાર જાત્રા પ.પૂ. પન્યાસ શ્રી લબ્ધિ દશઁન ગણિવયઁ મ.સાહેબ અને શ્રી બોધિ દશઁન મહારાજ સાહેબ ના આશીર્વાદ અને પ્રેરણા લઇ અમે આ જાત્રા નું આયોજન કયુઁ. એમને અમારા કોટીકોટી વંદન. આ વખતની અમારી જાત્રા ખૂબ જ ખાસ હતી. જે ક્ષણ નો અમે થોડા વર્ષો થી પ્રયત્ન કરતા હતા તે ગિરનાર ની જાત્રા અમે ૬-૭-૮ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન કરી. બિલકુલ અતિશયોક્તિ નથી જો હું એમ કહું કે અમારી સાથે કોઈ અદભૂત આશીર્વાદ બધું બરાબર ગોઠવી રહ્યું હતું. અમારી જાત્રા મા ટોટલ ૯૦ જણા હતા. અમારું અંતર ટોટલ ૧૩૦૦ કિલોમીટર નું હતું જેમા અમે બે બસ અને એક કાર કરી હતી. 


પ્રવાસ ની સંપૂર્ણ માહિતી આ પ્રમાણે છે:: દિવસ -૧ ૬ નવેમ્બર ૨૦૨૫ સવારે ૩.૧૫ કલાકે ભેંસાવહી અમારી હોસ્ટેલ થી શરૂ કરી ને પહેલા કલિકુંડ પાર્શ્વનાથ ધોળકા ગયા. ત્યાં નવકારશી અને સેવાપૂજા કરી. ત્યારબાદ ૪.૦૦ વાગ્યે રાજકોટ માં પહોંચ્યા જ્યાં ચઉવિહાર ની વ્યવસ્થા કરી હતી. ત્યાં સુંદર ભક્તિ કરી. ભાગ્યેજ જોવા મળે એવો રાજકોટ ના શ્રી સંઘ તથા બધા કાયઁકતાઁ ઓનો પ્રેમ ભર્યો આવકાર જોયો. અને પ.પૂ. સાધ્વી ભગવંતનું ઉપદેશ સાંભળી ત્યાં શ્રી સંઘના કાર્યકર્તા ઓ બધાએ જાતે બધા છોકરાઓને બેસાડી ને પીરસેલું. ચાલુ દિવસે બપોરથી સંઘ અમારા આગમનની રાહ જોતું હતું. આ બધા આયોજન બદલ અમે રાજકોટ ના શ્રી સંઘ અને શ્રી જિજ્ઞેશ ભાઈ ના ખાસ આભારી તથા રુણી છીએ. સાંજે ૭.૦૦ વાગે અમે નીકળી ને ૧૦.૦૦ વાગ્યે ગિરનાર દશઁન ધર્મશાળા પહોંચ્યા. 


દિવસ -૨ : ૭ નવેમ્બર સવારે ૫.૦૦ વાગે અમે જાત્રા ચાલુ કરી અને ૭.૦૦ વાગ્યે બધા છોકરાઓ અને ૨ સિનિયર સિટીઝન ગિરનાર શ્રી નેમિનાથ દાદા ના દરબારમાં પહોંચી ગયા. છોકરાઓ ને જે સંસ્કાર ૨ વર્ષ પહેલા પાલીતાણા ની જાત્રા વખતે આપેલા કે આપડા તિથઁ ઉપર આપડે ક્યારે પણ કશું ખવાય નહિ, જે એમને ભાતા ની વ્યવસ્થા ઉપર એમની સામે હોવા છતાં કોઈ એ ખાધું નહિ. પૂજાના કપડામાં ૭.૩૦ સુધી તો બધા તૈયાર થઇ ગયેલા અને ૧ કલાક થી વધુ સમય સુંદર સ્તવનો થી ભગવાન ની ભક્તિ કરી હતી. ૧૧.૦૦ વાગ્યે સેવા પૂજા કરી અને સહસાવન દશઁન કરીને નીચે ૧.૦૦ વાગ્યે આવી ગયેલા. બરાબર ૩.૦૦ વાગ્યે ગિરનારથી અમે વેરાવળ-સોમનાથ પહોંચી ગયા. “વસનજી વીરજી ધર્મશાળા માં અમે ઉતારો લીધો. અહિં અમને ખરા ધમઁ નો પ્રત્યક્ષ અનુભવ થયો જેને ઉદાહરણ રુપે લેવો જોઈએ. અમારી બે બસમાં થી એક બસ વેરાવળ માં ધર્મશાળા થી ૩ કિલોમીટર દૂર પોલીસે ટ્રાફિક કંટ્રોલ માટે રોકી કાઢી અને કોઈ હાલત માં જવા નહિ દીધા. ચઉવિહાર નો સમય એકદમ નજીક હતો પણ એ ના જ સમજ્યા. અમે તરતજ ગાડી અને રીક્ષાઓ કરી ને છોકરાઓને ભોજન શાળા લઈ આવ્યા. શ્રી રાજેશ ભાઈ તથા શ્રી સંઘે આ માસુમ બાળકો ની ભક્તિ ને વધુ મહત્ત્વ આપી અને એમને સરસ રીતે જમાડ્યા. ચઉવિહાર માં થયેલો થોડીક મિનિટ નો વિલંબ એમને પોતાને માથે લીધો પણ છોકરાઓને ભૂખ્યા નહીં રાખ્યા. ધમઁ ની ખરી પરિભાષા આ શ્રી સંઘ અને શ્રી રાજેશ ભાઈ પાસેથી અમને જોવા મળી.અમે એમના પણ રુણી છીએ. ૭.૩૦ વાગ્યે અમે પ્રભાસ પાટણ ૯ ગભારા વાળું વિશ્વ નું એક માત્ર એવા દેરાસરની પ્રાચીન પ્રતિમાજી ના દર્શન કયાઁ. ત્યાર બાદ સોમનાથ જ્યોતિર્લિંગ ના દર્શન કરવા ગયા જે જગ્યા ની એનજીઁ અને હકારાત્મક શાંતિ આપણને ત્યાં જ વધારે રોકાવા આકર્ષિત કરે છે. ત્યાં જ રાત્રે લાઇટ શો જોયો જેમાં આખો સોમનાથ નો ઇતિહાસ સમજાય છે. રાત્રે ધમઁશાળા ૧૦.૦૦ વાગે આવી ગયા. 


દિવસ-૩  ૮ નવેમ્બર : સવારના ૬.૦૦ વાગ્યે બધા છોકરાઓ પૂજાના કપડામાં તૈયાર થઈ ગયા અને મૂળનાયક થી લઈને બધી જ પ્રતિમાજી ની અષ્ટ પ્રકારી પૂજા છોકરાઓએ કરી અને સુંદર મજાના ભક્તિ ગીતો ગાયા. ત્યાં થી ૮.૩૦ વાગ્યે નવકારશી કરી ૧ કલાક દૂર દેવલીયા સફારી જોવા ગયા. ત્યાં છોકરાઓ ને બવુ જ મજા આવી કારણકે પુસ્તક કે TV માં જોયેલા સિંહ વગેરે જાનવર બસ ની બહાર ખુલ્લા ફરતા જોવા મળ્યા. અહિંયા લગભગ ૪૦ મિનિટ જેટલું રહ્યા. ૧૧.૩૦ વાગ્યે અમે અયોધ્યાપુરમ જવા નીકળ્યા ત્યાં ૫ વાગે પહોંચ્યા. સુંદર ભાવ થી ચઉવિહાર વ્યવસ્થા શ્રી અરવિંદ ભાઈ શુકલા જીએ અમારા માટે તૈયાર રાખેલી. આમ બધી જગ્યા એ અમને ખૂબ જ સુંદર આવકાર મળ્યો તેમ જ ભક્તિ કરી અને રાત્રે ૨.૩૦ વાગ્યે અમે સુખરૂપ પહોંચી ગયા. આ પ્રવાસ દરમિયાન અમદાવાદ થી સંદીપભાઇ જે ઇઝીટફ ચેરીટેબલ ના ટ્રસ્ટી પણ છે અને જિગર ભાઈ જોડાયા હતા અને અમારા પહેલા બધે જઇ અને બધી વ્યવસ્થા તૈયાર રાખેલી જેથી અમને ક્યાંય તકલીફ ના પડે અને સમય ના બગડે. અમારા તમામ શિક્ષકો, કાયઁકતાઁઓએ તથા ૩ વાલી એ ખડેપગે ઊભા રહી દરરેક કામ ખૂબ મહેનતથી કરેલા. સૌની ખૂબ ખૂબ અનુમોદના. અમારા તમામ વિદ્યાર્થીઓ એ ખૂબજ ઉલ્લાસ થી જવાના આગલા દિવસે અલગ અલગ નાસ્તા જાતે બનાવી દીધા. દરેક વિદ્યાર્થી એ પણ ખૂબ વિવેક જાળવી આખો પ્રવાસ પૂરા ભાવથી માણ્યો. દરરેક ને અમારા અભિનંદન.🙏🏻🙏🏻

If you like what we do, Register and get along

Login   Register